JAY SAINATH

02 October, 2013

Gujarat Rojgar Samachar NEW

Gujarat Rojgar Samachar 

(2-10-2013) Download

Gujarat Rojgar Samachar (2-10-2013)

લાલ બહાદુર શાસ્ત્રી જીવન ચરિત્ર


લાલ બહાદુર શાસ્ત્રી ( બીજી ઓક્ટોબર૧૯૦૪ - અગિયારમી જાન્યુઆરી૧૯૬૬)ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડા પ્રધાનમંત્રી હતા. તેઓ ૧૯૬૩-૧૯૬૫ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન મંત્રી હતા. એમનો જન્મ મુગલસરાયઉત્તર પ્રદેશ ખાતે થયો હતો.લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ૧૯૦૪માં થયા બાદ મુગલસરાયઉત્તર પ્રદેશ ખાતે લાલ બહાદુર શ્રીવાસ્તવનામથી ઉછેર થયો હતો. એમના પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતાજેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા.
ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પશ્ચાત શાસ્ત્રીજીને ઉત્તર પ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્યા હતા. યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમ વાર મહિલાને બસ-સંવાહક (બસ-કંડક્ટર) તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી થયા બાદ એમણે ભીડને નિયંત્રણમાં રાખવા માટે લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૯૫૧ના વર્ષમાંજવાહર લાલ નેહરુના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે ૧૯૫૨૧૯૫૭ તેમજ ૧૯૬૨ની ચુંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ભારે બહુમતી સાથે જિતાડવા માટે ખુબ પરિશ્રમ કર્યો હતો.
ભારત દેશના વડા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનું એમના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાનસત્તાવીસમી મે૧૯૬૪ના રોજ દેહાવસાન થયા બાદશાસ્ત્રીજીએ નવમી જૂન ૧૯૬૪ના રોજ વડા પ્રધાન મંત્રી તરીકે પદ ભાર ગ્રહણ કર્યો હતો.
શિક્ષણ:
એમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું. અહિંયાથી જ એમને "શાસ્ત્રી" તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઇ જે એમના નામ સાથે જીવનપર્યંત જોડાયેલી રહી. એમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું.
જીવન દર્શન:
એમના પિતા મિર્ઝાપુરના શ્રી શારદા પ્રસાદ અને એમના માતા શ્રીમતી રામદુલારી દેવીના ત્રણ પુત્રોમાંથી તેઓ બીજા હતા. શાસ્ત્રીજીની બે બહેનો પણ હતી. શાસ્ત્રીજીના શૈશવકાળમાં જ એમના પિતાનું નિધન થયું હતું. ઈ. સ. ૧૯૨૮માં એમનાં લગ્ન શ્રી ગણેશપ્રસાદની પુત્રી લલિતાદેવી સાથે થયાં અને એમને છ સંતાનો હતાં.
સ્નાતકની શિક્ષા સમાપ્ત કર્યા બાદ તે ભારત સેવક સંઘ જોડે જોડાઈ ગયા અને દેશસેવાનું વ્રત લેતા અહીંથી જ પોતાના રાજનૈતિક જીવનની શુરુઆત કરી. શાસ્ત્રીજી વિશુદ્ધ ગાંધીવાદી હતા. તેઓ આખું જીવન સાદગીથી રહ્યા અને ગરીબોની સેવામાં પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી. ભારતીય સ્વાધીનતા સંગ્રામના દરેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં એમની ભાગીદારી રહીઅને જેલોમાં રહેવું પડ્યું જેમાં ૧૯૨૧ની અસહકારની ચળવળ અને ૧૯૪૧નું સત્યાગ્રહ આંદોલન સૌથી મુખ્ય હતું. એમના રાજનૈતિક દિગ્દર્શકોમાં શ્રી પુરુષોત્તમદાસ ટંડનપંડિત ગોવિંદબલ્લભ પંત,જવાહરલાલ નેહરૂ વગેરે મુખ્ય હતા. ૧૯૨૯માં ઇલાહાબાદ આવ્યા પછી તેમણે શ્રી ટંડનજીની સાથે ભારત સેવક સંઘના ઇલાહાબાદ એકમના સચિવના રૂપમાં કામ કર્યું. અહિં તેઓ નેહરૂને મળ્યા. ત્યાર પછી તેમનો હોદો નિરંતર વધતો ગયો. જેમકે નેહરૂ મંત્રિમંડળમાં ગૃહમંત્રીના હોદા પર તેઓ શામિલ થયા. આ પદ પર તેઓ ૧૯૫૧ સુધી રહ્યા.
શાસ્ત્રીજીને તેમની સાદગીદેશભક્તિ અને ઇમાનદારી માટે આખું ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. તેમને વર્ષ ૧૯૬૬માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.